Tuesday, December 23, 2025
Homeરાજ્યજામનગરશહેર જિલ્લામાં ચાર જુગાર દરોડામાં પાંચ મહિલા સહિત 17 પત્તાપ્રેમી ઝડપાયા

શહેર જિલ્લામાં ચાર જુગાર દરોડામાં પાંચ મહિલા સહિત 17 પત્તાપ્રેમી ઝડપાયા

રીંગ રોડ ક્રિષ્નાપાર્ક શેરી નં.2 રહેણાંક મકાનમાં રૂા.1,03,500ની રોકડ સાથે પાંચ મહિલા સહિત 6 શખ્સો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા : લાલપુરના હરીપર ગામમાં 6 શખ્સોને 1,55,500ની રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.4,85,500 સાથે જુગાર રમતા ઝબ્બે

જામનગર શહેરમાં રીંગ રોડ ક્રિષ્નાપાર્ક શેરી નં.2માં રહેણાંક મકાનમાં રેઇડ દરમિયાન પોલીસે પાંચ મહિલા સહિત 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. લાલપુરના હરીપર ગામની સીમમાં એલસીબી પોલીસે 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 1,55,000ની રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.4,85,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગરમાં તારમામદ સોસાયટીમાંથી પોલીસે રેઇડ દરમિયાન બે શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. જામનગરમાં બાલનાથ સોસાયટી પાસેથી ત્રણ શખ્સો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં રીંગ રોડ ક્રિષ્નાપાર્ક શેરી નં.2માં રહેતા જીતુભા ગોવુભા જાડેજા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની સીટી સીના હે.કો. યુવરાજસિંહ જાડેજા, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જીતુભા ગોવુભા જાડેજા તથા પાંચ મહિલાઓને રૂા.1,03,500ની રોકડ સહિતના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામની સીમમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામનગર એલસીબીએ રેઇડ દરમિયાન મનોજ નથુ રાઠોડ, બાબુ કાનજી કછટીયા, મુકેશ પ્રાગજી ખાણધર, જગદીશ નાનજી કછટીયા, ધર્મેન્દ્ર વાલજી કછટીયા, ગોપાલ જેરામ કણઝારીયા નામના 6 શખ્સોને રૂા. 1,55,500ની રોકડ, રૂા. 30,000ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન તથા રૂા. 3,00,000ની ઇકો ગાડી સહિત કુલ રૂા. 4,85,500ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરમાં તારમામદ સોસાયટી શેરી નં.3માં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ પોલીસે રેઇડ દરમિયાન હેરી દોરેરાજ, મોહન ગોવિંદ વાજરકા નામના બે શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.11,100ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ચોથો દરોડો જામનગર શહેરમાં બાલનાથ સોસાયટી મહાદેવના મંદિર પાસેથી સીટી એ પોલીસે રેઇડ દરમિયાન અબ્દુલ કાદર ફકરૂદીન કપાસી, તાહેર અલીહુશેન મોદી, મુર્તજા તાહેરઅલી બકરી નામના ત્રણ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.10250ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular