સાંસદ ખેલમહોત્સવ અંતર્ગત જામનગર અને દે. દ્વારકા લોકસભા કક્ષાની કુસ્તી સ્પર્ધા જી.એમ. પટેલ સ્કૂલ ધ્રોલ ખાતે યોજાઇ હતી. જેમા શાળા નં -18 જામનગરની વિધાર્થીનિઓએ અં-14 ની કુસ્તી બહેનોમાં અલગ અલગ વજનજુથમાં, મયુરી ડાભી (54-58) સુવર્ણ, દેવાંશી પાગડા (33-36 કિ.ગ્રા) રજત, દિવ્યા રાઠોડ (50-54 કિ.ગ્રા) રજત, રાક્ષી શેખ (30-33 કિ.ગ્રા) કાંસ્ય, હેત્વી કણઝારીયા (36-39 કિ.ગ્રા) કાંસ્ય, મુન્ની દુબે (26-30 કિ.ગ્રા) કાંસ્ય અને અં-17 ની કુસ્તી બહેનોમાં રાગીની દુબે (40-42 કિ.ગ્રા) કાંસ્ય પદક મેળવી જામનગર સાંસદ કક્ષાની કુસ્તી સ્પર્ધામાં શાળા નં.18 એ મેદાન માર્યુ અને કુસ્તી સ્પર્ધામાં 7 ખેલાડીઓએ નંબર મેળવ્યા હતાં. કુસ્તીમાં દબદબો જાળવી રાખ્યો હતો. કોચ તરીકે ગાયત્રીબા જાડેજાએ સેવા આપી હતી. વિજેતા ખેલાડીઓને શાળા પરિવાર તથા આચાર્ય દિપકભાઇ પાગડાએ ગૌરવભેર અભિનંદન પાઠવ્યા હતા


