જામનગર શહેરમાં દરબારગઢ, શાકમાર્કેટ પાસેથી દબાણરૂપ રેંકડીઓ તેમજ દુકાનધારકો દ્વારા ફુટપાથ ઉપર માલસામાન રાખી દબાણ કર્યુ હોય તે જપ્ત કરવાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરમાં દરબારગઢ નજીક આવેલ શાકમાર્કેટમાં શાકભાજી વેંચતા રેંકડી ધારકો માર્ગ પર બન્ને સાઇડ ખડકાયેલા રહેતા હોય અવાર-નવાર ટ્રાફીક સહિતની સમસ્યા સર્જાતી હોય છે. અને આ રેંકડી ધારકો છેક દિપક ટોકીઝ સુધી પહોંચી ચુકયા છે જેના પરિણામે આ માર્ગ પર અવાર નવાર ટ્રાફીક જામને પરિણામે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઇ છે. જેને લઇ આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram
એસ્ટેટ શાખાના કર્મચારીઓ દ્વારા અધિકારી મુકેશ વરણવાની આગેવાની હેઠળ દરબારગઢ શાક માર્કેટ પાસે દબાણકર્તા રેંકડી ધારકોનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં દુકાનધારકો દ્વારા ફુટપાથ ઉપર પોતાનો માલસામાન રાખી દબાણ કર્યુ હોય તે પણ હટાવવામાં આવ્યું અને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.


