ભાણવડ-જામનગર રોડ પર ટેકાના ભાવની મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. વીજ વાયરમાં અડી જવાથી લાગેલી આ આગને કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને જામનગર તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
આ ટ્રક સૂત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ મુરલીધર મંડળીનો હતો અને ભાણવડ માર્કેટિંગ યાર્ડમાંથી ટેકાના ભાવની મગફળી ભરીને વેરાડ વેરહાઉસ ખાતે જઈ રહયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આગની જાણ થતાં જ ભાણવડ અને જામજોધપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના વાડી વિસ્તારોમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


