ગુજરાત રાજ્યનો ગૌરવ ગણાતો જામનગર જિલ્લો ફરી એક વાર સમગ્ર દેશમાં શિર્ષસ્થાને પહોંચ્યો છે. તાજેતરના આંકડા મુજબ જામનગરએ વર્ષ દરમિયાન કુલ ₹3.96 લાખ કરોડના એક્સપોર્ટ સાથે સમગ્ર ભારતના તમામ જિલ્લાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સાથે જામનગરએ બીજા ક્રમે આવેલા તામિલનાડુના કાંચીપુરમ જિલ્લાને (₹1.14 લાખ કરોડ) ખૂબ જ પાછળ છોડી દીધો છે.
મુંબઈ, પુણે, સુરત, અમદાવાદ જેવા મહાનગરો વચ્ચે જામનગર એક્સ્પોર્ટ ગુજરાત માટે ગૌરવની વાત છે. જામનગર પછી ક્રમશઃ મુંબઈ (₹90.69 હજાર કરોડ), પુણે (₹89.28 હજાર કરોડ), સુરત (₹86.29 હજાર કરોડ), મુંબઈ સુબર્બન (₹79.56 હજાર કરોડ) અને કચ્છ (₹69.78 હજાર કરોડ) જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે જામનગરની ઉદ્યોગિક અને રિફાઈનરી ક્ષમતા માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના અર્થતંત્રને મજબૂત બનાવી રહી છે. વિશ્વસ્તરીય રિફાઈનરી પ્રોજેક્ટ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, બ્રાસ ઈન્ડસ્ટ્રી તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના સતત વિકાસને કારણે જામનગર આજે દેશના એક્સપોર્ટ હબ તરીકે ઊભર્યો છે.
રાજ્ય સરકાર તથા સ્થાનિક પ્રશાસનની સહાયથી જામનગરના ઉદ્યોગકારો સતત વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા છે. આ સિદ્ધિ માત્ર આંકડા સુધી સીમિત નથી તેશના વિકાસમા ગુજરાત અને જામનગર મોખરે રહેતુ હોવાનુ પુરાવો છે.


