જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંથકમાં બે મંદિરોમાં થયેલી ચોરીમાં સંડોવાયેલી ગેંગના સાગરીતોને એલસીબીની ટીમએ ઝડપી લઇ જામનગર, દ્વારકા અને રાજકોટ સહિતના જિલ્લામાં અડધો ડઝન જેટલી મંદિરચોરી આચરનાર ગેંગને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ગલા, જગા અને ખટિયા ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં થયેલી ચોરીમાં સંડોવાયેલી ગેંગના ચાર સાગરીતો અંગે ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, સુમિતભાઇ શિયાર, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ વોચ દરમ્યાન લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમ પાસેના રોડ પરથી પસાર થતી કાર અને બે બાઇકને આંતરીને એલસીબીની ટીમએ નાથા વીરા ખરા (રહે. દરેડ), રવિ વીરા ખરા (રહે.દરેડ), ખોડા ઉર્ફે ભરત માનસુર ખરા, ખીમા પુંજા રાઠોડ (રહે. ઠેબા ચોકડી) નામના ચાર ઇસમોને ઝડપી લઇ તેમની પાસેથી એલસીબીની ટીમએ રૂા. 1,59,950ની કિંમતના 14 નંગ ચાંદીના છતર તથા મુગટ, દોઢ લાખની કિંમતની જીજે25-એ-9459 નંબરની સ્વિફ્ટ કાર તથા રૂા. 20 હજારની કિંમતનું જીજે10-એજે-6771, રૂા. 20 હજારની કિંમતનું જીજે05-એએસ-2023 નંબરના બે બાઇક અને રૂા. 15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, રૂા. 1 હજારની કિંમતનું લોખંડનું કટર અને રૂા. 50ની કિંમતનો લોખંડનો સળિયો મળી કુલ રૂા. 3.66 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પૂછપરછ હાથ ધરતાં આ ચોરીમાં નાથા હીરા સાગઠિયા (રહે. બાધલા, તા. લાલપુર) નામના શખ્સની સંડોવણી ખુલી હતી. પાંચ સાગરીતો રાત્રિના સમયે ચોરી કરવા માટે ગામથી દૂર સીમ વિસ્તારમાં આવેલા મંદિરોને ટાર્ગેટ કરી, તાળા તોડી, મૂર્તિ ઉપરથી ચાંદી તથા અન્ય ધાતુના છત્તર સહિતના આભૂષણોની ચોરી કરતાં હતા.
એલસીબીની પૂછપરછમાં તસ્કર ગેંગએ લાલપુર તાલુકાના ગલા, ખટિયા ગામના કોટેશ્ર્વર મહાદેવના મંદિર, જગા ગામના રામાપીરના મંદિર તથા ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર, ભાયાવદર રોડ પર આવેલા હિંગળાજ માતાજીના મંદિર, ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાં આશાપુરા માતાજીના મંદિર મળી અડધો ડઝન જેટલી ચોરી આચર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ પાંચમા સાગરીતની શોધખોળ માટે કવાયત હાથ ધરી હતી.


