Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં હેર પાર્લરમાંથી રોકડ રકમની ચોરી

જામનગરમાં હેર પાર્લરમાંથી રોકડ રકમની ચોરી

સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં ચોરીનો બનાવ : રૂા. 15 હજારની રોકડ અજાણ્યો તસ્કર સેરવી ગયો

જામનગર શહેરના રણજિતસાગર રોડ પર સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં આવેલા હેર પાર્લરના ખાનામાંથી રૂા. 15 હજારની રોકડ ચોરીના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ ચોરીના બનાવની વિગત પ્રમાણે જામનગરના રણજિતસાગર રોડ પર સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં પટેલસમાજની સામે આવેલા પ્રિન્સ હેર પાર્લર નામની દુકાનમાંથી મંગળવારે સવારના આઠ વાગ્યાથી રાત્રિના સાડા નવ વાગ્યા સુધીના સમયમાં અજાણ્યા તસ્કર ટેબલના ખાનામાં રાખેલી રૂા. 15 હજારની રોકડ રકમ સેરવી ગયા હતા. આ અંગે વિજયભાઇ વસંતભાઇ અઘેડા દ્વારા જાણ કરાતા હે.કો. બી. જે. જાડેજા તથા સ્ટાફએ અજાણ્યા તસ્કર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular