Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરફિનિશિંગ પોર્ટર મશીનમાં હાથ ફસાઇ જતાં પોલ સાથે અથડાયેલા શ્રમિકનું મોત

ફિનિશિંગ પોર્ટર મશીનમાં હાથ ફસાઇ જતાં પોલ સાથે અથડાયેલા શ્રમિકનું મોત

ગુલાબનગર પાસે ખેતાણી સ્ટોન બિલ્ડીંગમાં અકસ્માત : હાથ ફસાઇ જતાં મશીન સાથે યુવાન ઢસડાયો : ગંભીર ઇજા પહોંચતા બેશુદ્ધ થઇ ગયો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા બિલ્ડીંગના તળિયામાં આરસીસી કામ દરમ્યાન ફિનિશીંગ પોર્ટર મશીનનું હેન્ડલ છટકી જતાં મશીનમાં હાથ ફસાઇ જતાં યુવાન પણ મશીનની સાથે ઢસડાયો હતો. માથું લોખંડના પોલ સાથે અથડાતાં યુવાનનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ ઉત્તર પ્રદેશના ફતેપુર અભયપુરના અવશેરી ખેડા ગામનો વતની અને હાલ જામનગરના વિભાપરમાં ઓરડીમાં રહેતો અને મજૂરીકામ કરતો દીપકકુમાર રામપ્રતાપ નિશાર (ઉ.વ. 24) નામનો યુવાન મંગળવારે વહેલી સવારના સાડા છ વાગ્યાના અરસામાં ગુલાબનગર રેલવે ઓવર બ્રીજ પાસે આવેલા ખેતાણી સ્ટોનના બિલ્ડીંગના તળિયામાં આરસીસી ફિનિશીંગ પોર્ટર મશીન ચલાવતો હતો. ત્યારે અકસ્માતે યુવાનના હાથમાંથી મશીનનું હેન્ડલ છટકી ગયું હતું. તેનો એક હાથ મશીનમાં ફસાઇ જતાં ચક્કર ફરતા મશીનની સાથે યુવાન પણ ઢસડાયો હતો. તે દરમ્યાન હાજર રહેલા અન્ય વ્યક્તિએ તરત જ મશીન બંધ કરી દીધું હતું. પરંતુ તે પહેલાં દીપકકુમારનું માથું લોખંડના પોલ સાથે અથડાતા માથામાં ગંભીર ઇજા પહોંચતા લોહી નીકળતા બેશુધ્ધ થઇ ગયો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ કરાતા કોન્ટ્રાક્ટર સ્થળ પર દોડી આવ્યો હતો. ઘવાયેલા યુવાનને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની અરવિંદકુમાર દ્વારા જાણ કરતા એએસઆઇ કે. કે. માંધણ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular