દ્વારકાધીશ મંદિરમાં 16 ઓગસ્ટ 2025ના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ પરંપરાગત રીતે ઉજવાશે. આ અવસરે લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદીર પ્રશાસન દ્વારા ભક્તોની સરળ આવન-જાવન માટે છપ્પન સીડીઓ ‘સ્વર્ગ દ્વાર’ પરથી પ્રવેશ અને ‘મોક્ષ દ્વાર’ પરથી નિસ્ક્રમણની વ્યવસ્થા કરવામાં આવી છે. જગતમંદિરના પ્રાંગણમાં વિશાળ મંડપો ઊભા કરવામાં આવ્યા છે. મંદીર આસપાસ સૌંદર્યીકરણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.
View this post on Instagram
જગતમંદિરને કલાત્મક લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાત ઉપરાંત દેશભરના ભક્તોના આગમનની સંભાવના છે. દૂરના ભક્તો માટે ઑનલાઇન માધ્યમથી સીધો પ્રસારણ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


