View this post on Instagram
જામનગર શહેરમાં લાલબંગલા વિસ્તારમાં આવેલા કોર્ટ કમ્પાઉન્ડમાં સરાજાહેર ગઇકાલે બપોરના સમયે એક યુવાનને બે મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. જો કે, આ મારામારીમાં પોલીસે દરમ્યાનગીરી કરી યુવાનને ઝડપી લીધો હતો.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં લાલ બંગલાસ્થિત કોર્ટના કમ્પાઉન્ડમાં ગઇકાલે બપોરના સમયે બે મહિલા એક લાંબા વાળવાળા યુવાનને જાહેરમાં માર મારતી હતી. ત્યારબાદ યુવાનને કોર્ટના પરિસરમાં પણ ફટકાર્યો હતો. જ્યારે હાજર રહેલા એડવોકેટ અને પોલીસ વચ્ચે પડી હતી. પરંતુ તેમ છતાં મહિલાઓ દ્વારા યુવાનને માર મારવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. જાહેરમાં બે મહિલા દ્વારા યુવાનને માર મરાતા લોકો એકઠા થઇ ગયા હતા. અમુક લોકો તો વિડિયો શુટિંગ પણ કરી રહ્યાં હતા. બે મહિલાઓ દ્વારા યુવાનને મારકૂટ કરાતી હોવાનો વિડિયો થોડી જ ક્ષણોમાં સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં થયેલી મારામારી અમુક ભેજાબાજોએ મનોરંજન મેળવવા ખાતર નિહાળી હતી. ત્યારબાદ આ વાયરલ વિડિયો મિડિયામાં સમાચારરૂપે પણ પ્રસિઘ્ધ થઇ ગયો હતો. જો કે, પોલીસે યુવાનને ઝડપી લઇ બચાવી લીધો હતો. આ મામલે મહિલાઓ સામે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી.


