Friday, December 5, 2025
Homeરાજ્યહાલારઝવેલર્સના શોરૂમમાંથી લાખોના દાગીના તફડાવનાર દંપતિની ધરપકડ

ઝવેલર્સના શોરૂમમાંથી લાખોના દાગીના તફડાવનાર દંપતિની ધરપકડ

ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂા.5.96 લાખના દાગીનાનો ડબ્બો ચોર્યો : વેપારીની નજર ચુકવી દાગીનાની ઉઠાંતરી : કાલાવડ પોલીસે સીસીટીવીના આધારે રાજકોટના દંપતિને દબોચ્યુ : રોકડ સહિત રૂા.5.56 લાખનો મુદામાલ કબ્જે : અન્ય મહિલાની સંડોવણી ખુલી

કાલાવડ શહેરની મુખ્ય બજારમાં આવેલા ઝવેલર્સના શોરૂમમાં બપોરના સમયે થયેલી રૂા.5.93 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરીના બનાવમાં સ્થાનિક પોલીસે રાજકોટના દંપતિની ધરપકડ કરી રોકડ રકમ સહિતનો રૂા.5.56 લાખનો મુદામાલ કબ્જે કરી અન્ય મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ કાલાવડ શહેરની મુખ્ય બજારમાં આવેલા મંગલમ ઝવેલર્સમાં ગત તા.28ના બપોરના સમયે સોનાના દાગીનાની ખરીદી કરવા આવેલા અજાણી મહિલા આવી હતી અને મહિલાએ વેપારી જયેશકુમાર નવીનચંદ્ર ઝીંઝુવાડીયાને દાગીના બતાવવાનું કહ્યું હતું ત્યારે વેપારી મહિલાને દાગીના બતાવવામાં વ્યસ્ત હતા ત્યારે ડીસ્પે ટેબલ પર રાખેલા દાગીના ભરેલો પારદર્શક પ્લાસ્ટીકનો ડબ્બો વેપારીની નજર ચુકવી મહિલા ચાલાકી પૂર્વક ઉઠાવીને રફુચકકર થઇ ગઇ હતી. ત્યારબાદ વેપારીને રૂા.5,93,854ના દાગીનાનો ડબ્બો ગાયબ હોવાનું જણાતા કાલાવડ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ એમ.વી. આંબલીયા તથા સ્ટાફે ગુન્હો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ગ્રામ્ય ડીવાયએસ આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.વી. આંબલીયા, હે.કો. ધાનાભાઇ મોરી, જીતેનભાઇ પાગડાર, પો.કો. રણજીતસિંહ જાડેજા, પ્રકાશભાઇ મકવાણા, ભારતીબેન વાડોલીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન પોલીસે કિશન ભુપત સોલંકી અને તેની પત્ની પૂજાબેન કિશન સોલંકી (રહે. સંત કબીર રોડ રાજકોટ) નામના દંપતિને દબોચી લીધુ હતું.

તેમની પાસેથી કાલાવડ પોલીસે રૂા.37 હજારની કિંમતની, રૂા.75 હજારની કિંમતના 23 નંગ ઓમકાર, રૂા.21 હજારની કિંમતની 6 નંગ કડી, રૂા.55 હજારની કિંમતના 44 નંગ દાણા, રૂા.21500ની કિંમતની 3 નંગ બુટી, રૂા.38 હજારની કિંમતની 9 નંગ વીંટી અને રૂા.5 હજારની કિંમતની એક બુટી, તથા રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂા.1,50,000 કિંમતની જીજે03-સીટી-5479 નંબરની રીક્ષા અને રૂા.1,40,000 રોકડા મળી કુલ રૂા.5,56,500ની કિંમતનો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા આ દાગીનાની ચોરીમાં રાજકોટના જ કિરણબેન ભુપત સોલંકી નામની મહિલાની સંડોવણી ખુલી હતી જેના આધારે પોલીસે મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular