Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજેએમસી દ્વારા લોકમેળાના ઓફલાઇન ટેન્ડર ખોલાયા

જેએમસી દ્વારા લોકમેળાના ઓફલાઇન ટેન્ડર ખોલાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શ્રાવણ માસ નિમિતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત લોકમેળા માટે ટેન્ડર પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પહેલા ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ ગુરૂવારે ઓફલાઇન ટેન્ડર ખોલવામાં આવ્યા હતાં. જેમાં વિવિધ ધંધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મશીન મનોરંજનના 6 પ્લોટ તેમજ આઇસ્ક્રીમ બુથના 2 પ્લોટ માટેની ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયાના ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં 90 લાખથી વધુની આવક મહાનગરપાલિકાના થવા પામી હતી. ત્યારબાદ અન્ય નાના-મોટા પ્લોટની હરરાજી ઓફલાઇન કરવામાં આવી હતી. જેના ટેન્ડર મહાનગરપાલિકાની કચેરીમાં સર્વે ધંધાર્થીઓની હાજરીમાં ખોલવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular