જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં આવેલા જૂના ખંઢેર જેવા રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન રૂા. 12.08 લાખની કિંમતની ઇંગ્લીશ દારૂની 2035 બોટલો અને ચપલા કબ્જે કરી નાશી ગયેલા બૂટલેગરની શોધખોળ આરંભી હતી. જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસેથી પસાર થતી એકસયુવી કારની તલાશી લેતા સિટી ‘સી’ ડિવિઝન સ્ટાફએ 731 બોટલ કબ્જે કરી શખ્સને ઝડપી લીધો હતો.
આવતીકાલથી શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે હાલાર સહિત સમગ્ર ગુજરાત શિવભક્તિમાં લિન થઇ જશે. શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ હાલારમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ઠેકઠેકાણેથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાવાની ઘટનાઓ બની રહી છે. દરમ્યાન જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં રહેતા શખ્સના જૂના ખંઢેર જેવા રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની એલસીબીના અરજણભાઇ કોડિયાતર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, મયુદીનભાઇ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
View this post on Instagram
આ રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ વાંસજાળિયા ગામમાં પબા મેરા મોરી નામના રબારી શખ્સના કબ્જાના ખંઢેર જેવા મકાનમાંથી તલાશી લેતાં તેમાંથી રૂા. 8,89,200ની કિંમતની રોયલ ચેલેન્જ પ્રિમીયમ ગોલ્ડ વ્હીસ્કી ઇંગ્લીશ દારૂની 684 બોટલ તથા રૂા. 60,500ની કિંમતની 55 બોટલ મેકડોવલ્સ નં. 1 અને રૂા. 86,400ની કિંમતના રોયલ ચેલેન્જ પ્રિમીયમ ગોલ્ડ વ્હીસ્કીના 432 નંગ ચપલા તથા રૂા. 1,72,800ની કિંમતની ઓલ સેશન્સ રેર રિઝર્વ વ્હીસ્કીના 864 નંગ ચપલા મળી આવતાં એલસીબીની ટીમએ કુલ રૂા. 12,08,900ની કિંમતની દારૂ અને ચપલા મળી 2035 નંગ કબ્જે કરી જામજોધપુર પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યા હતા. પોલીસે બૂટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
બીજો દરોડો જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસેથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની પો.કો. મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, હે.કો. રાજેશભાઇ બથવારને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ વી. એ. પરમાર, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, રવિભાઇ બુજડ, ખિમશીભાઇ ડાંગર, નારણભાઇ સદાદિયા, દેવેનભાઇ ત્રિવેદી, રાજેશભાઇ બથવાર, પો. કો. વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન જીજે16-બીકે-6499 નંબરની એકસયુવી 500 કારને આંતરી લીધી હતી. તલાશી દરમ્યાન કારમાંથી રૂા. 3,93,400ની કિંમતની 731 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂા. 5 હજારની કિંમતનો એક મોબાઇલ, રૂા. 5 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 8,98,400નો મુદામાલ સાથે રવિરાજસિંહ ગોપાલજી જાડેજા નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો મંગાવનાર આનંદ ઉર્ફે બાડો નાનજી ભદ્રા (રહે. દિ.પ્લોટ-58) અને હિરેન બાવાજી (58-દિ. પ્લોટ)ની સંડોવણી ખુલતા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


