જોડિયા તાલુકાના કેશિયા ગામના પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ દરોડો પાડી એક લાખથી વધુની રોકડ રકમ સહિત રૂા. 7,16,100ના મુદામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જોડિયા તાલુકાના કેશિયા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસ ખાતે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની એલસીબીના અજયભાઇ વીરડા, સુમિતભાઇ શિયાર, કિશોરભાઇ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
આ રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ લાભુભારથી બચુભારથી ગોસાઇ, રમેશ શામજી જીવાણી, ધીરૂ છગન ભીમાણી, અશ્વિન હરિ રાઠોડ, સવજી કાનજી વિરમગામા નામના પાંચ શખ્સોને રૂા. 1,05,600ની રોકડ રકમ, ગંજીપના અને રૂા. 10,500ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, રૂા. 6 લાખની કિંમતની જીજે36-એલ-1019 નંબરની અર્ટીગા કાર સહિત કુલ રૂા. 7,16,100ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે, જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતાં ગોપાલ પોપટ કોળી, દયેશ કલા પરમાર, મુકેશ અરશી મકવાણા નામના ત્રણ શખ્સોને જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 1050ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.


