જામનગરના ધરારનગર વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખી ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેણાંક મકાનોમાં વીજ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram
આ અંગે મળતી વિગત અનુસાર જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં આવેલા માથાભારે અને ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા શખ્સોની યાદી બનાવી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના મુજબ પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલ દ્વારા વિવિધ ટીમો સાથે આકસ્મિક ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલના આ સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન વીજ ચોરી પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. પીજીવીસીએલ દ્વારા વીજ બીલો ફટકારી વીજ કનેકશન કાપવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરી હતી.


