જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ બ્રિજ જર્જરીત થઇ ગયો હોય આ જર્જરીત બ્રિજ ઉપર અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેની અમલવારીનો પ્રારંભ કરાયો છે.
View this post on Instagram
જામનગર મહાનગરપાલિકાની હદમાં કાલાવડ નાકાથી કલ્યાણચોક તરફ જતાં રસ્તા પર રંગમતી નદી પર આવેલ રીવર બ્રિજ જર્જરીત થયેલ હોવાથી જામનગર મહાનગરપાલિકા કમિશ્નર ડી.એન. મોદી દ્વારા આ બ્રિજ નવો ન બને ત્યાં સુધી તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ કરવા નોટીસ બહાર પડાઇ હતી. જેની અમલવારી શરૂ કરાઇ છે.


