Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલું બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત

દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલું બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત

જામનગરના ત્રણ યુવાનો ટ્રીપલ સવારી બાઇકમાં પરત આવતા હતા : વડત્રા નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાયું : ફંગોળાયેલા જામનગરના યુવાનનું મોત : અન્ય બે યુવાનોને ઇજા : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

જામનગરથી દ્વારકા દર્શન કરી પરત ફરતાં ટ્રીપલ સવારી બાઇક વડતરા નજીક રોડ પરના ડીવાઇડર સાથે અથડાતા ફંગોળાયેલા જામનગરના યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઇજા પહોંચી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ જામનગર તાબેના જુના નાગના ગામના વતની દેવરામભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.વ. 23) નામના યુવાન તેમના મિત્ર હસમુખભાઈ આતુભાઈ શીવાડ (રહે. જામનગર) અને કિશોરભાઈ ધનજીભાઈ જોરીયા (ઉ.વ. 23, રહે. સુભાષ પાર્ક, જામનગર) સાથે શુક્રવારે ટ્રીપલ સવારીમાં જામનગરથી દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આશરે 12:30 વાગ્યાના સમયે ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર વડત્રા ગામના પાટીયા પાસે પહોંચતા આ બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું. જેના કારણે તેઓ ફંગોળાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આ અકસ્માતમાં કિશોરભાઈ ધનજીભાઈ જોરીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત અંગે દેવરામભાઈ રાઠોડની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બાઈકને બેદરકારીપૂર્વક ચલાવવા સબબ બાઈકના ચાલક હસમુખભાઈ શિવાડ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular