જામનગર જિલ્લામાં ચોમાસાના વરસાદ પછી અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને માર્ગો ખરાબ હાલતમાં પહોંચ્યા છે. જેથી જનહિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ જીલ્લાઓમાં રસ્તાઓ રીપેર કરવાની કામગીરીના આદેશ જારી કર્યા છે.
જામનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં માર્ગ મરામત અને પેચવર્કના કામે ઝડપ અપાઈ છે. ખાસ કરીને મેઈન રોડ અને અતિ વ્યસ્ત માર્ગોને પ્રાથમિકતા આપી રહાયા છે.
હાલમાં મેઈલ રોડ ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અન્ય તમામ ખાડા વાળા રસ્તાઓને ધીમે ધીમે રીપેર કરવામાં આવશે.


