જામનગરમાં હવે “માવા ATM”!
ફાકી વેપારીઓ પણ ટેક્નોલોજી સાવલી લીધા વિના રહી ન શક્યા
આજના આધુનિક યુગમાં દરેક વેપાર ધંધા માટે ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. હવે જામનગરના ફાકી વેચાણકારોએ પણ ટેક્નોલોજીની સાથે વેપારમાં નવીનતા લાવી છે.
જામનગરમાં હવે “માવા ATM” શરૂ થયું છે!
હા, સાચું વાંચ્યું… ATM એટલે હવે “એના ટાઈમ માવો” – એનો અર્થ હવે ‘Any Time Mava’ બની ગયો છે!
સ્થાનિક ફાકી વેપારીએ દુકાનની બહાર એક ખાસ મશીન સ્થાપિત કર્યું છે, જ્યાં ગ્રાહક ઓનલાઇન પેમેન્ટ કરીને માવા મેળવી શકે છે. આ મશીન 24×7 ઉપલબ્ધ છે, એટલે કે દુકાન બંધ હોય, વરસાદનો દિવસ હોય કે વહેલી સવાર કે મોડી રાત – હવે માવાના શોખીનો માટે કોઈ સમયનું બંધન રહ્યું નહીં.
આ પહેલના ઘણા ફાયદા થઈ રહ્યા છે, ગ્રાહકોને સરળતા અને તેમની સુવિધા મુજબ માવો ઉપલબ્ધ થાય છે. મશીનમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ છે. વ્યાપારી માટે વેચાણમાં વધારો થયો છે. ટેક્નોલોજીથી વેપારમાં નવી દિશા જોવા મળી રહી છે.
આ પહેલા પણ આ વેપારીએ દુકાનમાં મિશ્રણ મશીન, સોડા મશીન અને CCTV કેમેરા જેવી આધુનિક સુવિધાઓ લગાવી હતી. હવે “માવા ATM” દ્વારા તેઓએ ટેક્નોલોજીના વધુ એક પગથિયા પર પગ મૂક્યો છે.


