જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીકના ધોરીમાર્ગ પરથી બાઇક પર પસાર થઇ રહેલા નાની માટલી ગામના યુવાનને પુરપાટ આવી રહેલા ટ્રક કન્ટેનરે હડફેટ લેતાં ખોપડી ફાટી જતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાની માટલી ગામમાં રહેતા બાબુલાલ રામજીભાઇ લામકા નામનો યુવક ગઇકાલે સવારના સમયે તેના જીજે10-સીએલ-3228 નંબરના બાઇક પર હનુમાનજીના મંદિર સામેના રોડ પરથી પસાર થતો હતો ત્યારે પુરપાટ વેગથી આવી રહેલા જીજે01-એલટી-8340 નંબરના ટ્રક કન્ટેનરે યુવકના બાઇકને હડફેટ લેતાં યુવક જમીન પર પટકાતા ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદાઇ જતાં યુવકની ખોપડી ફાટી ગઇ હતી અને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળેજ પાણપંખેરૂ ઉડી ગયું હતું. અકસ્માતના બનાવની મૃતકના પિતા રામજીભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. એ. રાઠોડ તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વાહન લઇ નાશી ગયેલા ક્ધટેનર ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચકો ગતિમાન કર્યા હતા.


