ચોમાસામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. કારણ કે, આ ઋતુમાં ભેજવાળુ વાતાવરણ હોય છે જે સ્વાસ્થ્યને અસર કરે છે ત્યારે ચોમાસામાં ખાસ કરીને આહારમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો ચોમાસમાં પણ તંદુરસ્તી જાળવી શકાય છે જ્યારે શરીર માટે સુપરફુડ ગણાતા એવા કેટલાંક ડ્રાયફુટસ આપણે લેતા હોય છીએ ત્યારે ચોમાસામાં કયા ડ્રાયફુટસનું સેવન કરવું ફાયદાકારક બની રહેે છે જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને રોગ પ્રતિકારક શકિત અકબંધ રહે ચાલો જાણીએ કે આ ઋતુમાં કયા ફાયદાકારક ડ્રાયફુટસ ખાવા જોઇએ. વરસાદની ઋતુ પોતાની સાથે ભેજ ચેપ અને થાક લાવે છે આ ઋતુમાં આપણી રોગપ્રતિકારક શકિત ઘણી વાર નબળી પડી જાય છે જેના કારણે વાયરલ તાવ, શરદી, અને ખાંસી અને ત્વચા ચેપ જેવી સમસ્યાઓ વધે છે. આવી સ્થિતિમાં ખોરાક પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ચોમાસામાં યોગ્ય રીતે ડ્રાયફુર્ટ્સનું સેવન કરવાથી શરીર અંદરથી મજબુત બને છે. ડ્રાયફુટ્સ માત્ર ઉર્જા જ નહીં પણ રોગ પ્રતિકારક શકિતને પણ ટેકો આપે છે. જો કે, આ ઋતુમાં બધા ડ્રાયફ્રુટસ યોગ્ય માનવામાં આવતા નથી.
ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં કયા ડ્રાયફુટસ ફાયદાકારક છે અને કયા ટાળવા જોઇએ.
બદામ :
ચોમાસામાં બદામને સુપરફુડ માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન ઇ, હેલ્ધી ફેટસ અને એન્ટી ઓક્સિડન્ટ રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે જે વરસાદમાં મિસ્તેજ બની જાય છે.
અખરોટ :
અખરોટને ‘બ્રેઈન ફુડ’ પણ કહેવામાં આવે છે જે ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને ફાઈબર થી ભરપુર હોય છે. ચોમાસા દરમિયાન અખરોટ ખાવાથી માનસિક થાક ઓછો થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે તે શરીરમાં બળતરા ઘટાડે છે. જે વરસાદ દરમિયાન સાંધાના દુ:ખાવા જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
કિસમિસ :
કિસમિસ શરીરમાંથી પાણીની ઉપણ દૂર કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે ચોમાસામાં ગેસ, અપચો કે એસિડીટી જેવી પેટની સમસ્યાઓ ઘણીવાર જોવા મળે છે. આવી સ્થિતિમાં પલાળેલી કિસમિસ ખાવાથી ફાયદો થાય છે. ઉપરાંત તે આયર્નનો સારો સ્ત્રોત છે જે એનિમિયા દૂર કરે છે.
મખાના :
મખાના એ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરવાળો નાસતો છે. જે ચોમાસામાં ઉર્જા આપે છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. જે હાડકાને મજબુત રાખે છે. તેને થોડું શેકેલુ ખાવાથી પેટ હલકું રહે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
પિસ્તા :
પિસ્તા એન્ટી ઓક્સિડન્ટ અને સ્વસ્થ ચરબીથી ભરપુર હોય છે ચોમાસા દરમિયાન તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શકિત મજબુત થાય છે અને ત્વચા પણ ચમકે છે. જો કે તેને, મર્યાદિત માત્રામાં ખાવું જોઇએ કારણ કે, વધુ પડતુ ખાવાથી ગરમી લાગે છે.
ધ્યાનમાં રાખવું:
- ડ્રાયફુટ્સ પલાળીને અથવા થોડું શેકીને ખાવા જોઇએ જેથી પાચન સરળ બને છે.
- વરસાદમાં ભેજ હોય તેથી તેને એરટાઈટ ડબ્બામાં ભરો.
- મર્યાદિત માત્રામાં સેવન કરવું. વધુ પડતુ ખાવાથી એસિડીટી અથવા ગરમીની સમસ્યા થઈ શકે છે.
એલર્જીને ધ્યાનમાં રાખી સેવન કરવું.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


