Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બે લૂંટના બનાવમાં બે શખ્સને ઝડપી લેતી એલસીબી

જામનગરમાં બે લૂંટના બનાવમાં બે શખ્સને ઝડપી લેતી એલસીબી

દાગીના, રોકડ, મોબાઇલ ફોન, મોટર સાયકલ સહિત કુલ રૂા. 1,52,050નો મુદામાલ કબ્જે

જામનગરમાં બે લૂંટને અંજામ આપનાર બે શખ્સને જામનગર એલસીબી પોલીસે ઝડપી લઇ દાગીના, રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 1,52,050નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત્ તા. 15-06-2025ના રોજ જાહિદભાઇ ઇકબાલભાઇ સૈયદ પોતાનું મોટર સાયકલ લઇને નોકરી પર જતા હતા. તે દરમ્યાન હાપા રેલવે યાર્ડ પાસે પહોંચતા બે અજાણ્યા શખ્સોએ પોતાનું મોટર સાયકલ ફરિયાદીના મોટર સાયકલ સાથે અથડાવી, છરી બતાવી, લૂંટી લેવાના ઇરાદે તેમના ખિસ્સામાં તપાસ કરતાં કંઇ મળી આવ્યું ન હોય, તે દરમ્યાન કરશનભાઇ ચંદુભાઈ ઝાલા નોકરી પૂરી કરી મોટર સાયકલ લઇ ઘરે જતા હતા. તે દરમિયાન ફરિયાદીએ બચાવવા બૂમ પાડતાં તેઓ બચાવવા જતાં તેને માર મારી છરી બતાવી તેના ખિસ્સામાંથી રૂા. 1500ની રોકડ તથા સોનાનો પેન્ડલવાળો ચેઇન લૂંટી લઇ પોબારા ભણી ગયા હતા. આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. તેમજ ગત્ તા. 15 જૂનના રોજ અજયસિંહ શિવુભા જાડેજા પગપાળા ચાલીને સપડા દર્શને જતા હતા. ત્યારે રાજપાર્ક સામે પહોંચતા બે અજાણ્યા શખ્સો આવી છરી વડે ઇજા પહોંચાડી, ઢીકાપાટુનો માર મારી, ફરિયાદીના ખિસ્સામાંથી રૂા. 1500ની લૂંટ કરી નાશી ગયા હતા. આ અંગે સિટી ‘એ’ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ બન્ને કેસોની તપાસ ચાલી રહી હતી. આ દરમ્યાન એલસીબીના દિલીપભાઇ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બલોચ તથા મયૂરસિંહ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ વી. એમ. લગારિયાના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન આમીન ઉર્ફે નવાઝ રફિક ચાવડા તથા હમદ ઉર્ફે અબાડો રફિક કથીરી નામના બે શખ્સને ઝડપી લીધા હતા. તેઓની પાસેથી રૂા. 1,14,000ની કિંમતનો સોનાનો ચેઇન, રૂા. 9 હજારની કિંમતનું સોનાનું પેન્ડલ, રૂા. 3 હજારની રોકડ, રૂા. 30 હજારની કિંમતનું જીજે10-ડીબી-5600 નંબરનું એક્સેસ મોટર સાયકલ, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 50ની કિંમતની છરી સહિત કુલ રૂપિયા 1,52,050નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

પૂછપછર દરમ્યાન આરોપીઓએ ઉપરોકત નોંધાયેલ ગુના ઉપરાંત નવ દિવસ પૂર્વે વ્હેલી સવારે હાપા રોડ પર લાલવાડી, નવા આવાસની પાછળ રોડ ઉપર એક મોટી ઉંમરના ભાઇ વોકિંગ કરતાં હોય, તેને છરી બતાવી, માર મારી, તેના ખિસ્સામાંથી રોકડની લૂંટ તથા 6 દિવસ પૂર્વે રાત્રિના સમયે લાલવાડીમાં દહેરાસરવાળા રોડ ઉપર દૂધવાળા માણસને છરી બતાવી, માર મારી, તેની પાસેથી પરચૂરણ રોકડની લૂંટ કર્યાની પણ કબૂલાત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular