ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ટ્રેનની સ્થિતિ જોઇએ તો ખૂબ જ ભીડ જોવા મળે છે. ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે મુસાફરોને અગવડતા પણ ભોગવવી પડતી હોય છે. ત્યારે કોઇપણ ટ્રેનમાં વેઈટીંગ લીસ્ટ ટિકીટની સંખ્યા ટ્રેનની કુલ ક્ષમતાના 25% સુધી મર્યાદિત રહેશે. જેને કારણે હવે મુસાફરોની ઓવરબુકિંગની સમસ્યા ઘટશે.
મળતી માહિતી અનુસાર, ટ્રેનમાં એસી ફસ્ટ કલાસ, એસી સેક્ધડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કુલ સીટના 25% વેઈટીંગ જારી કરવામાં આવશે. આ ફેરફાર દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને મહિલા અનામત બેઠકો જેવા વિવિધ કવોટાને ધ્યાનમાં લઇનેરાખવામાં આવ્યો છે.
રેલવે જણાવ્યું છે કે, ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં 20 થી 25% વેઈટીંગ ક્ધફર્મ થઈ જાય છે જેથી આ નવી મર્યાદા નકકી કરાઇ છે. જેથી મુસાફરો ટિકીટને સ્થિતિ વિશે વધુ સ્પષ્ટ રહી શકશે. રેલવે એ પરિપત્ર જાહેર કર્યા બાદ વિવિધ ઝોનલ રેલવે આ નવી સિસ્ટમ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમ રાજધાની, શતાબ્દિ, દુરંતો, મેલ એકસપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનનો જેવી તમામ શ્રેણીમાં લાગુ પડશે. હવે ટ્રેનમાં બિનજરૂરી ભીડ પણ કાબુમાં રાખી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં એસી ફસ્ટ કલાસમાં 30 સેકન્ડમાં 100, યર્ડમાં 300 અને સ્લીપરમાં 400 વેઈટીંગય ટિકીટ જારી કરી શકાતી હતી. જેથી છેલ્લી ઘડી સુધી ટિકીટ ક્ધફર્મની ચિંતા થતી હતી અને કન્ફર્મ ટિકીટ વગરના મુસાફરો કોચમાં પ્રવેશતા ભીડ જોવા મળતી હતી. જેને હવે આ નવા નિયમના કારણે કાબુમાં રાખી શકાશે.


