જામનગર તાલુકાના નેવી મોડા ગામના વાડી વિસ્તારમાં રહેતાં બે શખ્સો દ્વારા રાજસ્થાનના શખ્સોને બોલાવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ચલાવતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન છ શખ્સોને દબોચી લઇ રૂા.7,28,450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર જિલ્લામાંથી બીજી વખત ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેકટરી પોલીસે ઝડપી છે. આજે પત્રકાર પરિષદમાં પોલીસ અધિક્ષકે સંપૂર્ણ વિગતો પત્રકારોને જણાવી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં રહેતાં હરદિપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા અને શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા નામના બન્ને શખ્સો તેના ખેતરમાં રાજસ્થાનના શખ્સો સાથે મળી ઈંગ્લીશ ડુપ્લીકેટ દારૂ બનાવતા હોવાની એલસીબીની સુમિતભાઈ શિયાર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વિરડા, કિશોરભાઈ પરમાર તથા ભરતભાઈ ડાંગરને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (ઈંઙજ) ની સુચનાથી પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા,બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા રેઈડ કરવામાં આવી હતી.
એલસીબીએ રેઈડ દરમિયાન જામનગર તાલુકાના નેવીમોડા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા તથા રાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા સાથે મળી ભાગીદારીમા રાજસ્થાનના અર્જુનસીંગ તેજસીંગ સોઢા તથા સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડને બોલાવી તેમની સાથે મળી હરદીપસિંહ જાડેજાની નેવીમોડાગામની વાડીના રહેણાંક મકાનમાં આલ્કોહોલ સ્પીરીટને જરૂરીયાત મુજબ ભેળસેળ કરી ઇંગ્લીશ પીવાનો દારૂ બનાવવા ની ફેકટરી ચલાવી ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરે છે અને હાલ ઉપરોકત ઇસમો વાડીમા આવેલ ફેકટરીમા હાજર રહી દારૂ બનાવવાની ગે.કા.પ્રવૃતિ ચાલુ હોય જેથી વાડીમા મકાનમા બનાવેલ ફેકટરીમાં રેઇડ કરી હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા, રાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, અર્જુનસીંગ તેજસીંગ સોઢા રાજપુત, સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ, સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ રાજપુત, સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળ નામના છ શખ્સોને દબોચી લીધા હતા.
તેમજ એલસીબીએ હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ જાડેજા, રાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, મુળ રાજસ્થાનના અર્જુનસીંગ તેજસીંગ સોઢા, સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ , સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ, સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા કલાળ નામના શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, નકલી દારૂ બનાવવા માટે પ્રથમ વખત જ કાર્યવાહી કરતા પોલીસ ત્રાટકી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ કનસુમરા નજીકથી પણ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડી હતી. ફરી જામનગર પોલીસે નકલી દારૂ બનાવતી મીની ફેકટરી સામે કાર્યવાહી કરી છે.
આલ્કોહોલ સ્પીરીટથી બનાવેલ ડુપ્લીકેટર ઇગ્લીશ દારૂ લીટર -600 કિ.રૂ. 2,40,000-, આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ ના ચપલા-1056 કિ.રૂ. 1,05600/-, ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-9 કિ.રૂ 2000/, ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ તથા ફુડ કલર -4 બોટલ કિ.રૂ. 1350/, ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા નંગ- -2050, ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ નંગ-149, ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- 950 કિ.રૂ 9500, ઇંગ્લીશ દારૂ ના પુઠાની પેટીઓ તથા ઢાંકણા ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો -1110 કિ.રૂ. 11100/, દારૂ ઓલ્કોહોલ માપવાનુ મીટર -મશીન-1, દારૂ ઓલ્કોહોલ માપવા દર્શાવતુ બીકર મશીન તથા દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-3 કિ.રૂ 4000/-, પ્લાસ્ટીકના બેરેલ-3 રૂ.1500/-, મોબાઇલ ફોન-8 કિ.રૂ.40,500/-, ફોર વ્હીલ કાર કિ.રૂ.3,00,000/- ટોટલ મુદામાલ કિ.રૂ 7,28,450/- નો કબ્જે કરેલ છે.
આ કામેના આરોપીઓએ આલ્કોહોલ સ્પીરીટ,કેમીકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બ્રાન્ડનો ફલેવર લાવવા માટેનુ કલર પ્રવાહી,પાણીની ટાંકીઓમા મિશ્રણ/ભેળસેળ કરી,ઇંગ્લીશ દારૂ ના માર્ક રોયલ સ્ટગ બેરલ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ના બનાવટી સ્ટીકર તથા બુચો બનાવી,દારૂ પાઉચમાં ભરી,ડુપ્લીકેટ દારૂમા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર ઉપયોગ કરી,મશીનથી પાઉચને શીલ કરી,ડુપ્લીકેટ દારૂનુ વેચાણ કરતા હોવાનુ ખુલવા પામેલ છે.
મજકુર છ ઇસમોની પુછપરછ દરમ્યાન સદરહુ આલ્કોહોલ સ્પીરીટ થી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ ની ફેકટરીમાં દારૂ બનાવી જામનગર શહેરમાં વેચાણ કરવા માટે ચાલુ કરેલ નુ ખુલવા પામેલ છે તેમજ એલ.સી.બી.સ્ટાફ ના એલ.સી.બી. સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા,યુવરાજસિંહ ઝાલા,મયુરસિંહ પરમાર ને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે, ધ્રોલ તાલુકાના દેડકદળ ગામે ગામના ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા ભગીરથસિંહ મેરૂભા જાડેજા, છત્રપાલસિંહ હરદેવસિંહ જાડેજા રહે.ત્રણેય દેડકદળ વાળાઓને દેડકદળ પાટીયા પાસેથી પકડી પાડી તેમના કબજામાંથી ઇંગ્લીશ દારૂ ના ચપલા નંગ-271 કિ.રૂ 27,100/ નો મુદામાલ કબ્જે કરેલ છે.મજકુર ઇસમની પુછપરછ દરમ્યાન સદરહુ દારૂનો જથ્થો સિધ્ધરાજસિંહ ઝાલા રહે.જામનગર વાળા આપી ગયાની કેફિયત આપી હતી.
ઝડપાયેલ રાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા વિરૂધ્ધના ગુનાહિત ઇતિહાસ જેમાં ગ્રાધીગ્રામ-2 યુનિવર્સીટી પો.સ્ટે ગુ.ર.નંબર- 0407/2024 ઇ.પી.કો કલમ- 506(ર),323,504, જામ પંચ એ ડીવી પો.સ્ટે ગુ.ર.નં- 0038/2025 બી.એન.એસ કલમ-351(ર), 352,54, ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા વિરૂધ્ધ ના ગુનાહિત ઇતિહાસ, ધ્રોલ પો.સ્ટે પ્રોહી ગુ.રનં- 0066/2022 પ્રોહી કલમ-65એ.એ., ભગીરથસિંહ મેરૂભા જાડેજા વિરૂધ્ધના ગુનાહિત ઇતિહાસ, ધ્રોલ પો.સ્ટે પ્રોહી ગુ.રનં- 0780/2021 પ્રોહી કલમ-65એ.એ,65એફ., છત્રપાલસિંહ હરદેવસિંહ જાડેજા વિરૂધ્ધના ગુનાહિત ઇતિહાસ, પડઘરી પો.સ્ટે પ્રોહી ગુ.રનં- 0130/2024 પ્રોહી કલમ-65 ઇ એફ સહિતના ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.


