જામનગર શહેરના ગ્રેઇન માર્કેટમાં રાજાશાહીના સમયમાં બનેલા નાકામાંથી પસાર થતો ટ્રક નાકાની દીવાલ સાથે અથડાયો હતો. જેના કારણે આ ઐતિહાસિક નાકામાં નુકશાન પહોંચ્યું હતું. જો કે, કયો ટ્રક ઐતિહાસિક નાકા સાથે અથડાયો તે અંગેની કોઇ જાણકારી ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.


