જામનગર શહેરમાં સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે. દરમિયાન ગત્રાત્રિના સમયે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વારમાંથી પસાર થતાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ કાર્યવાહીમાં પોલીસ દ્વારા કારમાં લગાડેલા કાળા કાચ ચેકિંગ દરમ્યાન દૂર કરવામાં આવ્યા હતા અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત દ્વિચક્રિય વાહનોમાં ટ્રિપલ સવારીમાં પસાર થતાં વાહનચાલકો અને વાહનોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ દ્વિચક્રિય વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમયાંતરે શહેરના પ્રવેશદ્વારો નજીક વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.


