જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જીઆઇડીસી ફેસ-2 અને ફેસ-3માં બાકી મિલકતવેરા વસુલાત અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગઇકાલે બુધવારે એક જ દિવસમાં એક કરોડથી વધુની વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા કમિશનર ડીએન મોદીની સૂચના અને નાયબ કમિશનરના અધ્યક્ષસ્થાને બાકી રહેતા મિલકતવેરાની વસુલાત માટે ઉદ્યોગનગર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી કડક વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં અંદાજે 400 જેટલા ઉદ્યોગકારો પાસે બાકી રહેતાં 40 કરોડ જેટલા મિલકતવેરાની વસુલાત માટે મિલકતધારકોને નિયમોનુસાર વોરન્ટ તથા અનુસૂચિની બજવણી કરવા છતાં પણ મિલકત વેરો ન ભરનાર અને ઉદ્યોગકારોની હાઇકોર્ટમાં પિટીશન ડિસમીસ કરાયા બાદ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઇ છે. સતત 3 દિવસથી આ વેરા વસુલાત કામગીરી ચાલી રહી છે.
નાયબ કમિશનરના અધ્યક્ષસ્થાને આસી. કમિશનર (ટેકસ), ટેકસ ઓફિસર, વોર્ડ ઇન્સ્પેકટર, વોર્ડ કલાર્ક અને પટાવાળા મળી કુલ બે ટીમો બનાવી ઉદ્યોગનગરમાં વેરા વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ દિવસે એક કારખાનેદાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બીજે દિવસે એક કરોડ સીતેર લાખની વસુલાત બાદ ગઇકાલે બુધવારે વધુ એક કરોડની વસુલાત કરવામાં આવી હતી.
ગઇકાલે બુધવારે ઉદ્યોગનગરમાં પ્લોટ નંબર 36274ના રૂડીબેન કેસુરભાઇ વસરા પાસેથી 14,07, 090, પ્લોટ નં. 3897ના ઇન્દુબેન મહેન્દ્રભાઇ તાંકોદરા રૂા. 7,24,616, પ્લોટ નં. 3326માંથી રૂા. 6,26,728,પ્લોટ નં. 3324માં રૂપિયા 6,17,133, પ્લોટ નં. 3881 દિપ ભરતભાઇ કનખરામાં રૂા.પ, 48,728, પ્લોટ નં. 4228 થી 4231 રૂા.4,53,581, પ્લોટ નં. 3579ના સોનલબેન નરેન્દ્રભાઇ શાહના રૂા. 3,98,851, પ્લોટ નં. 3367 ઇન્દુબેન રમેશભાઇ ભંડેરીના રૂા. 3,82,487, પ્લોટ નં. 4395 કાન્તાબેન જમનભાઇ દુધાગરાના રૂા. 2,97,543, પ્લોટ નં. 3316ના રૂા.2,87,870, પ્લોટ નં. 3730 ફાઇવસ્ટાર મેટલ ઇન્ડસ્ટ્રીઝ રૂા.2,60,913, પ્લોટ નં. 313/એ ધીરજલાલ બાવનજીભાઇ રાબડીયાના રૂા. 2,44,344, પ્લોટ નં. 3134ના વસંતભાઇ રવજીભાઇ ભંડેરીના રૂા. 1,74,483, પ્લોટ નં. ઇ/238 ધીરેનભાઇ વલ્લભભાઇ વિરાણી રૂા.1,23,968, પ્લોટ નં. 4096 દિપ બ્રાસ પ્રોડકટસના રૂા.67694, પ્લોટ નં. 4241 થી 4243ના રૂા. 10,909, ગોલ્ડન પોઇન્ટ /48ના આશાબેન ભરતભાઇ શાહના રૂા. 588ર, ગોલ્ડન પોઇન્ટ /49 કલ્પેશભાઇ ભરતભાઇ શાહના રૂા. 5882, ગોલ્ડન પોઇન્ટ/51ના અમિષા કલ્પેશ શાહના રૂા. 4462 તથા ગોલ્ડન પોઇન્ટ/પ0ના આશાબેન ભરતભાઇ શાહ રૂા. 4462 સહિત કુલ રૂા.1,03,10,042ની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી. આ વસુલાત કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.


