Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપીજીવીસીએલની બેદરકારી : જામનગરમાં વીજપોલમાં કરન્ટ લાગતાં ગાયનું મોત

પીજીવીસીએલની બેદરકારી : જામનગરમાં વીજપોલમાં કરન્ટ લાગતાં ગાયનું મોત

જામનગર શહેરમાં વરસાદથી રોડ ઉપર આવેલ જે. જે. જશોદાનંદ સોસાયટીમાં વીજપોલમાં કરન્ટ લાગતા ગાયનું મોત નિપજતા લોકોમાં રોષની લાગણી છવાઇ હતી અને પીજીવીસીએલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ગઇકાલે થયેલા વરસાદને કારણે પીજીવીસીએલની ઘોર બેદરકારીનો ભોગ ગૌમાતા બનતા સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં રોષની લાગણી છવાઇ હતી. જામનગરમાં રણજિતસાગર રોડ પર આવેલ જે. જે. જશોદાનંદ સોસાયટીમાં વરસાદ દરમ્યાન વીજપોલમાં કરન્ટ શરૂ થયો હતો. જેના પરિણામે ગાય આ વીજપોલને અડી જતાં કરન્ટ લાગતાં ગાયનું મોત નિપજયું હતું. સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવા છતાં આવી ગંભીર ઘટના સર્જાતા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી હતી અને તંત્રની નિષ્ફળતાને કારણે માનવીઓ પણ આ વીજ કરંટનો ભોગ બનવાની દહેશત ફેલાઇ હતી. વીજપોલમાં કરન્ટ લાગતાં ગાયનું મૃત્યુ થતાં તંત્રની નિષ્ફળતાને પરિણામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular