લાલપુર તાલુકાના ખળખંભાળિયા ગામમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બોલેરોમાં લોખંડની ટાંકી બનાવી જવલનશીલ પ્રવાહી ફાયર સેફટીના સાધનો વગર રાખી વેચાણ કરી પ્રદૂષણ ફેલાવતાં શખ્સને એલસીબીની ટીમએ રૂા. 10 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના ખળખંભાળિયા ગામની પહાડિયા સીમમાં આવેલા રહેણાંક વિસ્તારમાં જવલનશીલ પ્રવાહીનું વેચાણ કરાતું હોવાની બાતમીના આધારે એએસપી પ્રતિભાબેનની સૂચનાથી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
પોલીસે રેઇડ દરમ્યાન બોલેરો વાહનમાં ટાંકી બનાવી જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ ફાયર સેફટીના સાધનો વગર કરી રહેલા અને રહેણાંક વિસ્તારમાંથી પસાર થતાં લાલા ઉર્ફે હરેશ વશરામ સરસિયા (રહે. મામાવાડી, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, રાજકોટ) નામના શખ્સને રૂા. 2,20,000ની કિંમતનો 3000 લીટરનું જવલનશીલ પ્રવાહી અને 8 લાખની કિંમતની બોલેરો મળી કુલ રૂા. 10,22,000ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


