Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજીઆઇડીસીના ઉદ્યોગકારો દ્વારા જામ્યુકોની વેરા વસૂલાત કામગીરી સામે કલેક્ટરને આવેદન - VIDEO

જીઆઇડીસીના ઉદ્યોગકારો દ્વારા જામ્યુકોની વેરા વસૂલાત કામગીરી સામે કલેક્ટરને આવેદન – VIDEO

કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરાઇ હોય આથી સમય આપવા માંગણી

જામનગર મહાનગરપાલિકા દ્વારા જીઆઇડીસી ફેઇસ 2 તથા ફેઇસ 3માં વેરા વસૂલી માટે સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ઉદ્યોગકારો દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હોય સમય આપવા માંગણી કરાઇ છે.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવાયું છે કે, જામનગર જીઆઇડીસી ફેઇસ 2 અને ફેઇસ 3 વિસ્તારના ઉદ્યોગકારોને જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024માં પાછલી અસર વર્ષ 2018 થી વેરા ભરવા માટેની એકસાથે નોટીસ બજાવવામાં આવી હતી. આ પહેલાં એકપણ વખત વેરા અંગેના બિલ આપવામાં આવ્યા ન હતા. તેમજ કોઇ પ્રકારની આકારણી નોટીસ આપવામાં આવી નથી. આ અંગે ઉદ્યોગકારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામનગર મહાનગરપાલિકા વિરૂઘ્ધ અપીલ દાખલ કરી હતી. જે અપીલનો ચુકાદો ઉદ્યોગકારોના વિરૂઘ્ધમાં સિંગલ બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. જે અંગે ઉદ્યોગકારો દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.

- Advertisement -

હાલમાં મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાની પ્રક્રિયા કરાતાં ઉદ્યોગમાં કામ કરતાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એકથી દોઢ લાખ શ્રમિકો તથા તેના પરિવારોને રોજીરોટીનો પ્રશ્ન થશે. આથી ઉદ્યોગકારોને અપીલ કરવાનો સમય આપવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular