View this post on Instagram
જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના વ્હેણને અવરોધ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આજે પણ સવારથી જામનગરના રણજીતસાગર રોડ, મારુ કંસારા સમાજ પાછળના ભાગે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી 10 જેટલા બાંધકામો દૂર કરવા એક હિટાચી, ચાર જેસીબી, 50 કર્મચારીઓ સહીતની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના પટ્ટમાં પાણીના અવરોધને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે છેલ્લા થોડા દિવસોથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ રંગમતિ નદીના પટ્ટ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવ્યા બાદ આજે સવારથી જામનગર મહાનગરપાલિકાની ટીમ શહેરમાં રણજીતસાગર રોડ, મારુ કંસારા હોલ પાછળ પહોંચી હતી. એક હિટાચી, ચાર જેસીબી, 50 જેટલા કર્મચારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, જામનગર મહાનગરપાલિકા ફાયર શાખા, પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત સાથે 10 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ દરમિયાન કુલ 29 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતાં અને અંદાજિત 1 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવા કામગીરી કરાઇ રહી છે.
ચોમાસા પૂર્વે નદીના પટ્ટમાં રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા જામ્યુકો દ્વારા ઝુંબેશ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોથી આ ઝુંબેશ અવિરત ચાલી રહી છે અને કરોડોની કિંમતી જમીન ખુલ્લી કરાઇ રહી છે. આજે પણ જામ્યુકો દ્વારા ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.


