Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપોક્સોના કેસમાં આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

પોક્સોના કેસમાં આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

ભોગ બનનાર સગીરાને વળતરપેટે રૂપિયા 50 હજાર ચૂકવવા હુકમ

પોક્સોના કેસમાં અદાલત દ્વારા આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા તથા દંડ અને ભોગ બનનારને વળતરપેટે રૂા. 50 હજાર ચૂકવવા અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ ફરિયાદીની સગીર વયની પુત્રીને આરોપી પાર્થ કેતન જેઠવા નામનો શખ્સ તા. 30-12-2020ના રોજ ફરિયાદી તથા તેના પતિ કામ કરવા ગયા હોય ઘરે આવતા ભોગ બનનાર હાજર ન હોય આજુબાજુમાં તપાસ કરવા જતાં મળી ન હતી. ફરિયાદીના ઘરના સીસીટીવી ચેક કરતાં આરોપી ભોગ બનનારને લઇ જતો જોવા મળ્યો હતો. આથી આરોપીના ઘરે તપાસ કરતાં આરોપી દ્વારકા જવાનું કહી નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરોપીના પિતા કેતનભાઇએ આરોપીને ફોન કરી પૂછતાં આરોપીએ દ્વારકા હોવાનું અને ભોગ બનનાર સાથે ન હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં ફરિયાદીએ દ્વારકા જઇ તપાસ કરતાં ભોગ બનનાર અને આરોપી મળ્યા ન હતા.

તા. 01-01-2021ના આરોપીના કુટુંબી કાકી જયમાલાબેનનો સાંજના સમયે ફરિયાદીના પતિને ફોન આવ્યો હતો કે, ભોગ બનનાર અને આરોપી મળી ગયા છે. જેથી ભોગ બનનારને દ્વારકાથી તેડી લાવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ભોગ બનનારે જણાવ્યું કે, પાર્થ સાથે ઇન્સ્ટાગ્રામમાં આઠેક મહિનાથી વાતચીત શરૂ થઇ હતી અને ફોનમાં વાત કરતાં તા. 28-12-2020ના આરોપીએ કહ્યું હતું કે, એક-બે દિવસમાં તારા ઘરે કોઇ નહીં હોય તેવા સમયે તારા ઘરેથી ભગાડી જઇશ અને લગ્ન કરી લઇશું. ત્યારબાદ તા. 30-12-2020ના આરોપી સગીરાને તેની સાથે એસટી બસમાં દીવ લઇ ગયો હતો. જ્યાં રાત્રિ રોકાણની વ્યવસ્થા ન થતાં ઉના જઇ રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમ્યાન આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ત્યારબાદ આરોપી સગીરાને દ્વારકા લઇ ગયો હતો. જ્યાં તેના કાકીએ બન્નેને પકડી લીધા હતા. આ અંગે જામનગર સિટી ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.

- Advertisement -

જે કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે અઢાર સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી આઇપીસી કલમ 354(એ), 354(બી) તથા પોક્સોની કલમ હેઠળ પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 2 હજાર દંડ, આઇપીસી કલમ 366 મુજબ પાંચ વર્ષની સજા તથા રૂા. 5 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ અને ભોગ બનનારને વળતરપેટે રૂા. 50 હજાર ચૂકવવા સ્પે. પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular