જામનગર શહેરના નંદનવન પાર્ક વિસ્તારમાં મૈત્રીકરારમાં રહેતી યુવતી અને યુવાન મજાક મશ્કરી કરતા હતા. તે દરમ્યાન યુવાને યુવતીને જેમ ફાવે તેમ ગાળો કાઢી ખુરશી તથા ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નંદનવન પાર્ક, શેરી નંબર 7માં નંદેશ્વર મહાદેવ મંદિરની સામે લીવ એન્ડ રીલેશનશીપ (મૈત્રીકરાર) માં રહેતાં રિઘ્ધિબેન રામદેવસિંહ અને પારસગીરી ગૌસ્વામી બન્ને રવિવારે સાંજના સમયે તેના ઘરે મજાક મશ્કરી કરતા હતા. તે દરમ્યાન પારસગીરી ઉશ્કેરાઇને રિઘ્ધિબેનને જેમ ફાવે તેમ ગાળો કાઢવા લાગ્યો હતો. ત્યારબાદ ઝઘડો કરી ખુરશી ઝીંંકી દીધી હતી. ઉપરાંત પારસે ઢીકાપાટુનો માર મારી યુવતીને પતાવી દેવાની ધમકી આપી હતી. મૈત્રીકરારમાં રહેતા રિઘ્ધિબેન દ્વારા આ બનાવ અંગે જાણ કરાતા હે.કો. એમ. ડી. મોરી તથા સ્ટાફએ પારસ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


