Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરતારાણા ગામ નજીક ટ્રકચાલકે યુવાનને હડફેટ લેતાં મૃત્યુ

તારાણા ગામ નજીક ટ્રકચાલકે યુવાનને હડફેટ લેતાં મૃત્યુ

યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મૃત્યુ : પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ

તારાણા ગામ પાસે નેશનલ હાઇવેના ઓવર બ્રીજ પાસે ટ્રકચાલકે યુવાનને હડફેટ લઇ ટ્રકચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં યુવાનનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલ નેશનલ હાઇવે ઓવર બ્રીજ પાસેથી પસાર થતાં જીજે08-વાય-8083 નંબરના ટ્રકચાલકે પોતાનો ટ્રક બેફિકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી આર્યન કમલેશભાઇ જાદવ નામના 18 વર્ષના યુવાનને હડફેટ લઇ નાશી ગયો હતો. આ અકસ્માતમાં આર્યન નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે ગંભીર ઇજાથી તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

આ અંગે મૃતકના કાકા સુરેશભાઇ દ્વારા જીજે08-વાય-8083 નંબરના ટ્રકચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અકસ્માત અંગે પોલીસને જાણ કરાતા પોલીસ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular