જામનગર શહેરમાં ખેતીવાડી ફાટક પાસેથી યુવતી તેના પિતાના ઘરેથી બાથરૂમ જવાનું કહી ગૂમ થઇ ગયાની પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખેતીવાડી ફાટક પાસે, જોગણીનગરમાં વસવાટ કરતાં માધવભાઇ ગણેશભાઇ ભાટીએ સિટી ‘સી’ ડિવિજન પોલીસ સ્ટેશનમાં જણાવાયું છે કે તેમની પુત્રી બિંદિયાબેન માધવભાઇ ભાટી ગત્ તા. રપ એપ્રિલના રોજ તેના પિતાના ઘરેથી બાથરૂમ જવાનું કહી જતી રહી હતી. તેની શોધખોળ હાથ ધરતા મળી આવેલ ન હોય, આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.


