Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં માહેશ્વરી વંશોસ્પતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો - VIDEO

જામનગરમાં માહેશ્વરી વંશોસ્પતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો – VIDEO

ભોજન સમારંભ, શોભાયાત્રા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા

જેઠ સુદ નોમ માહેશ્વરી વંશોસ્પતિ દિવસ નિમિત્તે જામનગરમાં મહેશ નોમ સમિતિ દ્વારા ભોજન સમારંભ, શોભાયાત્રા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

- Advertisement -

રાજસ્થાનના લોહગલ ખાતે જેઠ સુદ નોમના દિવસે માહેશ્વરી વણિક સમાજની ઉત્પત્તિ થઇ હોય જે નિમિતે દર વર્ષે મહેશ નોમ સમિતિ, જામનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા. 31ના રોજ સમાજના નાના બાળકોથી લઈને વરિષ્ઠ લોકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. તા. 01ના રોજ સાંજે વિવિધ સ્પર્ધના વિજેતાને ઇનામ વિતરણ કરાયું હતું. આ તકે સમાજના બાળકો દ્વારા કૃતિઓ રજુ કરાઇ હતી. સમાજના CA થયેલાઓનું સન્માન કરાયું હતું. તેમજ વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનારનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ અને મોભીઓ તથા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભને અંતે સમસ્ત માહેશ્વરી વણિક સમાજનું સ્વરૂચી સમૂહભોજન યોજાયું હતું.

- Advertisement -

તા. 03ના મહેશ નોમના દિવસે સવારે હેમેશ્વર મહાદેવના મંદિરમાં ઘ્વજા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરથી ધજા પતાકા અને ધ્વજાજી સાથે પરંપરાગત વસ્ત્રોમાં શોભતા માહેશ્વરી વણિક સમાજના શ્રધ્ધાળુઓએ શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં સમાજના 18 વર્ષ થી 85 વર્ષ સુધીના ઉત્સાહભેર જોડાયા હતાં. શોભાયાત્રા દરમ્યાન સમાજની મહિલાઓ તથા યુવાનો રાસ રમ્યા હતાં અને સર્વેશ સમીર સારડાએ તલવાર નૃત્ય રજૂ કર્યું હતું. નીજ મંદિરના શિખર ઉપર ઘ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સમાજના દરેક શ્રધ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરીને આવતા વર્ષે ફરીથી ધ્વજાજીની મહાપૂજાના સંકલ્પ સાથે છુટા પડ્યા હતા. આ તકે મહેશ નોમ નિમિત્તે માહેશ્વરી વણિક સમાજ દ્વારા હેમેશ્વર મહાદેવની નૂતન ધ્વજા આરોહણના પાવન કાર્યક્રમના આયોજનને સફળ બનાવવામાં ડીવાયએસપી સમીર સારડાની મુખ્ય ભૂમિકા બદલ તેમજ જામનગરની શિવશોભાયાત્રાના સંચાલક રાજુભાઈ મહાદેવ અને એમની ટીમ તથા જામનગર ફાયર વિભાગની મદદ મળી હોય તેમનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular