Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રૌઢને છરી ઝીંકી

ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રૌઢને છરી ઝીંકી

બે શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાઇ

જામનગરમાં 49-દિગ્વિજય પ્લોટમાં ઘર પાસે અપશબ્દો બોલતા હોય, અપશબ્દો બોલવાની ના પાડતા બે શખ્સએ પ્રૌઢને છરી ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના 49-દિગ્વિજય પ્લોટના છેડે આવેાલ કાનાનગરમાં રહેતા દીપકભાઇ શંકરલાલ ગજરા નામના પ્રૌઢ રવિવારના રોજ બપોરના સમયે પોતાના ઘરે જતા હોય ત્યારે બે શખ્સો ફરિયાદીના ઘર પાસે અપશબ્દો બોલતા હોય જેથી ફરિયાદી દીપકભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં ફરિયાદીને અપશબ્દો બોલી ચીચો ભાનુશાળી નામનો શખ્સ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં રહેલ છરી ફરિયાદીને ડાબા હાથમાં ઝીંકી દીધી હતી. તેમજ લાલો કારા શર્મા નામના શખ્સે પોતાના નેફામાંથી છરી કાઢી ફરિયાદીની પાછળ દોડી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દીપકભાઇ દ્વારા સિટી ‘એ’ ડિવિઝનમાં ચીચો ભાનુશાળી તથા લાલો કારા શર્મા નામના બે શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે બન્ને શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular