Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશાપર પાટિયા પાસેથી બે શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા

શાપર પાટિયા પાસેથી બે શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા

દારૂની બોટલો, મોટરસાયકલ સહિત કુલ રૂા. 60,800નો મુદામાલ કબ્જે : જામનગરમાં ભારતવાસમાં એક શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયો

શાપર ગામ તરફ જતા શાપર પાટિયા પાસેથી સિક્કા પોલીસે બે શખ્સને 16 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ દારૂનો જથ્થો, મોટર સાયકલ તથા મોબાઇ ફોન સહિતનો મુદ્ામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં વિકટોરિયા પૂલ નજીક ભારતવાસની શેરી નંબર 8માં મકાનમાંથી પોલીસે એક શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના પહેલા દરોડાની વિગત મુજબ શાપર ગામ તરફ જતાં શાપર પાટિયે મચ્છુ હોટેલની પાછળથી બે શખ્સ દારૂના જથ્થાની હેરાફેરી કરતાં હોવાની બાતમીના આધારે સિક્કા પોલીસે વોચ ગોઠવી જીજે10-ડીએમ-2426 નંબરની મોટર સાયકલમાંથી યુવરાજસિંહ જાલમસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ચુડાસમા નામના બે શખ્સને રૂા. 20,600ની કિંમતની 16 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ, રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ, રૂા. 10 હજારની કિંમતનો મોબાઇ ફોન તથા દારૂના જથ્થા સાથે કુલ રૂા. 60,800નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પૂછપરછ દરમ્યાન સપ્લાયર તરીકે ભરત સાજણ ભીંડાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

બીજો દરોડો સિટી ‘એ’ પોલીસે જામનગરમાં વિકટોરિયા પુલ પાસે ભારતવાસની શેરી નંબર આઠમાં હરેશ વાલજી મકવાણા નામના શખ્સના મકાનમાંથી રૂા. 1300ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે હરેશ મકવાણાને ઝડપી લઇ દારૂની બોટલ તથા રૂા. 7 હજારની કિંમતનો મોબાઇલ સહિત કુલ રૂા. 8300નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular