જામનગરમાં દુકાનદાર સાથે ઇન્વર્ટર, બેટરીના સેટની છેતરપિંડીના કેસમાં સિટી ‘સી’ પોલીસે બે શખ્સને ઝડપી લઇ રૂા. 2,45,000ની કિંમતના ઇન્વર્ટર તથા બેટરીના સેટ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં સત્યમ્ કોલોની, મેઇન રોડ પાસે યોગી પ્રમુખ એન્ટરપ્રાઇઝના દુકાનદાર સાથે બે શખ્સએ એયુ સ્મોલ ફાઇનાન્સના ચાર ચેક આપી રૂપિયા બે લાખ પીસ્તાળીસ હજારની કિંમતના ઇન્વર્ટર અને બેટરીના 14 સેટ ખરીદ્યા હતાં. ત્યારબાદ ફરિયાદી ચેક જમા કરાવતાં બેન્કમાં બેલેન્સ ન હોય, બેલેન્સ વગરના ચેક આપી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં સિટી ‘સી’ ડિવિઝન પોલીસના પીઆઇ એન. બી. ડાભીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વી. બી. બરબસિયા તથા એએસઆઇ યશપાલસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, રવિભાઇ બુજડ, ખિમશીભાઇ ડાંગર, પો. કો. વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર સહિતના સ્ટાફએ ઇમરાન ઓસમાણ બાદી તથા રાયમલ હાજી ઘુઘા નામના બે શખ્સને ઝડપી લઇ રૂા. 2,45,000ની કિંમતના ઇન્વર્ટર તથા બેટરીના 14 સેટનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


