જામસખપુર ગામે સ્થાનિક પોલીસે પાંચ શખ્સને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 12,780ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગરમાં મોરકંડા રોડ, સનસિટી-1, શેરી નંબર પાંચમાંથી પોલીસે ત્રણ મહિલા સહિત સાત શખ્સને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધાં હતાં. રેઇડ દરમ્યાન એક શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી. ધ્રોલ તાલુકામાં દેડકદડ ગામમાંથી સ્થાનિક પોલીસે પાંચ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 5360ની રોકડ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના જામસખપુર ગામે આવેલ ગૌશાળાની સામે, પાદરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન હરસુખ વાલજી લાડાણી, છગન લાખા ઓડેદરા, મહેન્દ્ર અમરદાસ હરિયાણી, દિનેશ કાના રાતડિયા તથા કિશોર ઠાકરશી કણસાગરા નામના પાંચ શખ્સને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લીધાં હતા. રેઇડ દરમ્યાન રૂા. 12,780ની રોકડ તથા ગંજીપત્તા સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરમાં મોરકંડા રોડ, સનસિટી-1ની શેરી નંબર પાંચમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન સલીમ અલીમામદ ધાણીવાલા, શબ્બીર અહેમદઅલી વાઘેલા, ભાવેશ કેશવજી કામદાર, મુફદ્દલ ઉર્ફે મોહસિન શરોદવાળા નામના ચાર શખ્સો તથા ત્રણ મહિલાઓ સહિત કુલ સાત શખ્સને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 6590ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન ઝુલ્ફીકાર કુતુબઅલી શેખ નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં કોળીશેરી, બહુચરાજી કરિયાણાની દુકાનની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોય, ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન ઉદુભા ભીખુભા જાડેજા, નાથા સવશી ઝીંઝુવાડિયા, શૈલેષ બચુ ઝાંખેલિયા, રવિ કેશુ ઝીંઝુવાડિયા તથા રાજેશ ઉર્ફે રાજુ શામજી ઝીંઝુવાડિયા નામના પાંચ શખ્સને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 5360ની રોકડ રકમ કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


