Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારકાલાવડના ભગત ખીજડિયા નજીક ચક્કર આવતાં બાઇક પરથી પટકાયેલા વૃઘ્ધનું મૃત્યુ

કાલાવડના ભગત ખીજડિયા નજીક ચક્કર આવતાં બાઇક પરથી પટકાયેલા વૃઘ્ધનું મૃત્યુ

દંપતિ બાઇક પરથી પટકાતા પતિને ગંભીર ઇજા : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરાઇ

કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામ નજીકથી મોટર સાયકલ ઉપરથી પસાર થતાં વૃદ્ધ દંપતિને મોટર સાયકલ પરથી નીચે પટકાતા પતિનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મનવર ખીજડિયા ગામમાં રહેતાં સુખદેવસિંહ ઉર્ફે ઘોઘુભા બળવંતસિંહ જાડેજા (ઉ.વ.65) નામના વૃઘ્ધ ગત્ તા. 31 મેના રોજ સાંજના સમયે પોતાનું જીજે10-બીપી-0302 નંબરનું મોટર સાયકલ લઇને ભગત ખીજડિયા ગામથી મનવર ખીજડિયા ગામે જતા હતા. આ દરમ્યાન મોટા ભાડુકિયા ગામ પાસે પહોંચ્યા ત્યારે બાઇકચાલક વૃઘ્ધને ચક્કર જેવું આવતાં તેઓ મોટર સાયકલ સાથે નીચે પડી જતાં માથાના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે તેમનું માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થવાથી મૃત્યુ નિપજયાના ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગે નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોલીસને જાણ કરતાં કાલાવડના પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમઅર્થે ખસેડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular