Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં રાજ્યકક્ષાની સબજુનિયર બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઇ - VIDEO

જામનગરમાં રાજ્યકક્ષાની સબજુનિયર બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઇ – VIDEO

ગુજરાત રાજ્ય બાસ્કેટ બોલ એસો. અને જામનગર બાસ્કેટ બોલ એસો. દ્વારા આયોજન : બોયઝમાં અમદાવાદની ટીમ વિજેતા : ગર્લ્સમાં બરોડાની ટીમ ચેમ્પિયન : ગુજરાત રાજ્યની ટીમમાં જામનગરના પાંચ ખેલાડીઓની પસંદગી

ગુજરાત રાજય બાસ્કેટ બોલ એશોસિએશન અને જામનગર બાસ્કેટ બોલ એસોસિએશન દ્વારા આયોજીત સબ જુનિયર (U14) બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી.

- Advertisement -

આ સ્પર્ધામાં રાજયની 13 ટીમના 175 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 7 બોયર્સની ટીમ અને 6 ગર્લ્સની ટીમ ભાગ લીધો હતો.

- Advertisement -

અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, કચ્છ, સાબરકાંઠા, જામનગર સહીતની ટીમે ભાગ લીધો હતો. બોયર્સની સ્પર્ધામાં ફાઇનલમા અમદાવાદ અને બરોડા વચ્ચે મુકાબલો થયો હતો જૈમા અમદાવાદની ટીમ વિજેતા બની હતી.
ગર્લ્સની સ્પર્ધામાં ભાવનગર અને બરોડા વચ્ચે મુકાબલો થયો હતો જેમા બરોડાની ગર્લ્સની ટીમ ચેમ્પિયન બની હતી તારીખ 29 મે થી 1 જુન સુધી ચાર દિવસીય સ્પર્ધાઓનુ આયોજન થયુ હતુ આ સ્પર્ધામાં સારો દેખાવ કરનાર ખેલાડીઓની ગુજરાત રાજયની ટીમ માટે પસંદગી થશે. જે દેહરાદૂનમા થનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રમશે.

રાજ્ય કક્ષાની બોસ્કેટબોલ સ્પર્ધામા ગુજરાત રાજ્ય બાસ્કેટ બોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહેલ, સેક્રેટરી શફીક શેખ, ઉપપ્રમુખ ચંદ્રશેખર પેજદાર, ઉપપ્રમુખ રજનીકાંત પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે જામનગર કલેક્ટર કેતન ઠક્કર ખાસ હાજરી આપી ખૈલાડીઓઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ જામનગરમાં થનાર સ્પર્ધાના સફળ આયોજન બદલ જામનગર ડિસ્ટ્રીક્ટ બોસ્કેટબોલ એસોસિએશનના સભ્યોની કામગીરીને બિરદાવીને વખાણી હતી.
જામનગર ડિસ્ટ્રીક્ટ બાસ્કેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ યુ.બી.સિંગ નિર્બાન, સેક્રેટરી પરાગ પટેલ, ખજાનચી સુનિલ ઠાકર, જોઈન્ટ સેક્રેટરી વિરેન્દ્રસિંહ નિર્બાન સહીતની ટીમએ સ્પર્ધાઓ સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

ગુજરાત રાજ્યની ટીમમાં જામનગર પાંચ ખૈલાડીઓની પસંદગી થઈ. જેમા 2 છોકરાઓ હિમાલય વારોતરીયા અને પ્રાંશુ પટેલ તેમજ 3 છોકરીઓ આરાધ્યા સિંધ, દિયા સોનેગરા અને અક્ષિકા શારાવતએ સ્પર્ધામા સારો દેખાવ કરતા તેમની પસંદગી થઈ છે.

જામનગરના કુલ 5 ખેલાડીઓ ગુજરાતની ટીમ પસંદ થતા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જેમની પસંદગી થતા જામનગર બોસ્કેટબોલ એસોસિએશન દ્વારા ખૈલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular