જામનગરમાં યોગી પ્રમુખ એન્ટરપ્રાઇઝમાંથી બે શખ્સએ ઇન્વર્ટર અને બેટરીના 14 સેટનો માલ મંગાવી બેલેન્સ વગરના ચાર ચેક આપી, રૂા. 2,45,000ની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ કૃષ્ણનગરની શેરી નંબર ચારમાં રહેતાં ઉમંગ મનિષભાઇ ધામેલિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જામનગરમાં સત્યમ્ કોલોની મેઇન રોડ, અન્ડરબ્રીજ પાસે આવેલ યોગી પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી ઇમરાન ઓસમાણ બાદીએ ફરિયાદીને બેલેન્સ વગરના એ. યુ. સ્મોલ ફાઇનાન્સના ચાર ચેક આપી ઇમરાન બાદી અને રાયમલ હાજી ઘુઘા દ્વારા ભાગીદારીમાં કુલ રૂા. બે લાખ પીસ્તાળીસ હજારના ઇન્વર્ટર અને બેટરીના 14 સેટ મંગાવ્યા હતા. આમ, બે લાખ પીસ્તાળીસ હજારનો માલ મંગાવી બેન્ક વગરના ચેક આપ્યાની બે શખ્સ વિરૂઘ્ધ સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા બે શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી એએસઆઇ વી. એમ. ચાવડા દ્વારા તપાસ હાથ ધરાઇ છે.


