Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકનસુમરામાં ચાલુ ફરજે હાર્ટએટેક આવતા પીજીવીસીએલના કર્મચારીનું મૃત્યુ

કનસુમરામાં ચાલુ ફરજે હાર્ટએટેક આવતા પીજીવીસીએલના કર્મચારીનું મૃત્યુ

ગ્રામ્ય સબ ડિવિઝનમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીને કનસુમરામાં એટેક આવ્યો : 108 એમ્બ્યુલન્સ દ્વારા જી જી હોસ્પિટલ ખસેડાયા : તબીબોએ મોત નિપજયાનું જાહેર કર્યું : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતાં અને પીજીવીસીએલના ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવતા વીજ કર્મચારી ગઇકાલે કનસુમરા ગામમાં ફરજ પર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવતાં બેશુઘ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ-1માં રહેતા દિનેશભાઇ લખુભાઇ વાઘેલા (ઉ.વ.50) નામના આધેડ પીજીવીસીએલના ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવે છે. દરમ્યાન ગઇકાલે કનસુમરા ગામમાં ફરજ પર ગયેલા દિનેશભાઇને એકાએક હાર્ટએટેક આવતાં બેશુઘ્ધ થઇ થઇ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ અને નિવૃત્ત પોલીસ અધિકારી પી. એલ. વાઘેલા દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ વાય. વી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ, મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular