Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કારાવાસ

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કારાવાસ

રૂપિયા 25 હજારનો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા પોકસો અદાલતનો હુકમ

જામનગરની પોક્સો અદાલતે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત્ તા. 20-08-2023ના રોજ આરોપી અશ્ર્વિન જયંતીલાલ ગોહિલ ફરિયાદીની સગીર વયની પુત્રી વાડીએ મોબાઇલમાં રમતી હોય ત્યારે આરોપી ત્યાં જઇ ભોગ બનનાર સાગીરા સાથે દુષ્કર્મ આચર્યાની જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

જે કેસ જામનગરની સ્પે. પોક્સો અદાલતમાં ચાલી જતાં ભોગ બનનાર, ફરિયાદી, મેડીકલ ઓફિરસની જુબાનીઓ તથા સરકારપક્ષે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓ અને જિલ્લા સરકારી વકીલની દલીલોને ઘ્યાને લઇ જામનગરની સ્પે. પોક્સો અદાલતના ન્યાયાધિશ વી. પી. અગ્રવાલએ આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા તથા રૂપિયા 25 હજારનો દંડનો હુકમ કર્યો છે તથા આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂપિયા ચાર લાખ ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular