જામનગર શહેરમાં ઢીંચડા વિસ્તારમાં રહેતી વિપ્ર મહિલા તેની 6 વર્ષની બાળકી સાથે સોમવારે ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થઇ જતાં પોલીસ દ્વારા માતા-પુત્રીની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ઢીંચડા રોડ પર આવેલી 12/4 નંદનપાર્ક સોસાયટીમાં ખોડિયાર પ્રોવિઝન સ્ટોર્સ પાસે રહેતી અર્ચનાબેન સક્ષમ અગ્નિહોત્રિ (ઉ.વ.36) અને તેની પુત્રી શ્રીન સક્ષમ અગ્નિહોત્રિ (ઉ.વ.6) નામના બન્ને માતા અને દીકરી ગત્ તા. 26ના રોજ સવારે સાડા સાત વાગ્યાથી સાંજ સુધીના સમય દરમ્યાન તેમના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા ચિંતામાં માતા અને પુત્રીની શોધખોળ આરંભી હતી. પરંતુ બન્નેનો કોઇ પત્તો ન મળતા આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે લાપત્તા થયેલા માતા અને પુત્રીની શોધખોળ માટે તપાસ આરંભી હતી. તેમજ બન્નેમાંથી કોઇનો પત્તો મળે કે કાંઇ જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશને અથવા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું હતું.


