જામનગર શહેરમાં ગોદડિયાવાસ વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતો યુવાન જામનગર શહેરની મઘ્યમાં આવેલા તળાવમાં નહાવા ગયો હતો ત્યારે પગ લપસી જતાં તળાવમાં પડી ગયો હતો. ત્યારબાદ યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ફુલિયા હનુમાન પાસે આવેલા ગોદડિયાવાસમાં રહેતો અને મજૂરીકામ કરતો સુનિલભાઇ બચુભાઇ બામરોલિયા (ઉ.વ. 32) નામનો યુવાન શનિવારે સાંજના સમયે જામનગરના લાખોટા તળાવમાં નહાવા માટે ગયો હતો. જ્યાં પાણીમાં પગ લપસી જતાં તળાવમાં પડી ગયો હતો. ત્યારબાદ યુવાનને તળાવના પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પત્ની કાજલબેન દ્વારા જાણ કરાતા હે.કો. આર. એ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


