તા 17.05.2025 ને શનિવાર ના રોજ ગુજરાત રાજ્ય ના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ગૌ વિશ્વ વિદ્યાપીઠ ની સ્થાપના થઈ રહી છે. તેના પ્રથમ કુલ ગુરુ તરીકે જામનગરના ડો. હિતેશ જાનીની નિયુક્તિ કરવામાં આવી છે.
જેમાં એડવાઇઝરી બોર્ડમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો વલ્લભ કથીરિયા સહિતના જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની, રાજકોટના ધારાસભ્ય ડો દર્શિતા બેન શાહ, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, ઇનોવેટિવ ફોરમના એસ એન ડાંગાયાચ, કડી સર્વ વિદ્યાપીઠ ના ચેરમેન વલ્લભ પટેલ, મનોજ સોલંકી, પરબત ગોરસીયા (કચ્છ) સહિતની એડવાઈઝરી સમિતિ ની રચના કરવામાં આવી છે.


