જામનગર તાલુકાના નાઘેડી ગામના મકાનમાંથી તીનપતીનો જુગાર રમતાં ચાર મહિલા સહિત સાત શખ્સોને પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે 15,740ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો કારા અરશી કારાવદરા નામનો શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવી નાલ ઉઘરાવતો હોવાની પો.કો. જયપાલસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ એસ. એચ. જિલરિયા, પો.કો. જયપાલસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી, જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પોલાભાઇ ઓડેદરા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન કારા અરશી કારાવદરા, વિક્રમસિંહ વીરાજી વાઢેર, કાના હાજા ભાટિયા નામના ત્રણ શખ્સો અને ચાર મહિલાઓ સહિતના કુલ સાત શખ્સોને રૂા. 15,740ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


