ઉનાળામાં ગરમીથી બચવા અનેક પ્રકારના નુસખા લોકો અજમાવે છે. તો ગરમીના સમયેમાં લોકો સ્વીમીંગપુલમાં તાલીમ મેળવે છે. જેનાથી શરીરની કસરત સાથે ગરમીથી રાહત લોકો મેળવે છે.જામનગરની વાત કરીએ તો.જયારે સામાન્ય દિવસોમાં 200 જેટલા લોકો સ્વીમીંગપુલની મુકાલાત લેતા હોય છે. ત્યારે હાલ ગરમીમાં 700થી વધુ લોકો સ્વીમીંગમાં રજાની મજા સાથે ગરમીથી રાહત મેળવે છે.
જામનગર મહાનગર પાલિકા સંચાલિત સ્વીમીંગપુલમાં હાલ મોટી સંખ્યામાં તાલીમાર્થી તરવાની તાલીમ લઈ રહ્યા છે. લોકો ખાસ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા અને ખાસ ઉનાળા વેકેશનની રજાની મજામાં ખાસ બાળકો સ્વીમીંગપુલમાં તાલીમ મેળવે છે. અને ગરમીના દિવસોમાં ગરમીથી રાહત મેળવે છે. ખાસ બાળકોને રજાના દિવસોમાં રજાની મજા સ્વીમીંગપુલમાં પાણીમાં રહીને માણતા હોય છે. સ્વીમીંગથી શરીરિક કસરત કરીને સ્વાસ્થય સારૂ રાખવા મોટી સંખ્યામાં લોકો સ્વીમીંગપુલમાં તાલીમ મેળવે છે. અને નિયમિત આવતા હોય છે.
જામનગર મહાનગર પાલિકા સંચાલિક સ્પોર્ટ સંકુલમાં આવેલ સ્વીમીંગ પુલમાં કુલ પાંચ કોચ જેમાં 3 પુરૂષ કોચ અને બે મહિલા કોચનો સમાવેશ થાય છે. બે લાઈફ ગાર્ડ ફરજ પર તૈનાત હોય છે. સ્વીમીંગ બે આવેલા છે. જેમાં બાળકો માટે બેબી સ્વીમીંગ પુલ અંદાજે અઢી ફુટ છે. જયારે બીજુ પુલ સાડા ચારથી સાડા છ ફુટની ઉડાઈ ધરાવતુ છે. જેમાં આવતા તામાર્થીઓને સ્વીમીંગની તાલીમ અનુભવી કોચ દ્વારા આપવામાં આવ્યા છે. સવારે 6 થી 9 પુરૂષોની બેચમાં 475 તાલીમાર્થી, 9થી 10 વાગ્યા સુધી મહિલાઓની બેચ 25 તાલીમાર્થી, સાંજે 4થી 6 વાગ્યા સુધી બાળકોની150 તાલીમાર્થી તેમજ સાંજે 6 થી 8 વાગ્યાની 100 તાલીમાર્થી મહિલાઓની કુલ 750 જેટલા તાલીમાર્થી નિયમિત તાલીમ મેળવી રહ્યા છે.
સામાન્ય દિવસોમાં 100થી 200 લોકો સ્વીમીંગપુલની મુલાકાત લેતા હોય છે. જયારે ગરમીના દિવસોમાં ખાસ તાલીમના વર્ગોમાં લાભાર્થીઓ સંખ્યામાં વધારો થયો છે. હાલ આ વખતે કુલ 8 બેચમાં તાલીમ આપવામાં આવે છે. જેમાં વહેલી સવારે નિયમિત સ્વીમીંગ કરવાવારા લોકો આવતા હોય છે. તો બાદ ગરમીમાં રાહત મેળવવા અને તરણની તાલીમ મેળવવા ખાસ વિધાર્થીઓની સંખ્યામાં વધુ હોય છે. જે હાલ ઉનાળા વેકેશનમાં મોટી સંખ્યાં આવતા હોય છે. હાલ કુલ 700 થી વધુ લોકો દૈનિક સ્વીમીંગપુલમાં તાલીમ મેળવે છે.
ઉનાળાના વેકેશનમાં રજાની મજા માણવા અને ગરમીથી રાહત મેળવવા ખાસ બાળકો તાલીમ લેવા સ્વીમીંગપુલમા આવે છે. અને પોતાના શોખ સાથે સ્વીમીંગપુલમાં આવી ગરમી રાહત મેળવે છે.


